¡Sorpréndeme!

સૌરાષ્ટ્રમાં જામ્યો વરસાદી માહોલ| રાજ્યસભાની ચૂંટણી પૂર્વે રિસોર્ટ પોલિટિક્સ

2022-06-07 172 Dailymotion

દેશમાં રાજ્યસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે અનેક રાજ્યોમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસને 4 રાજ્યોમાં ક્રોસ વૉટિંગનો ડર સતાવી રહ્યો છે. આથી રાજસ્થાન, હરિયાણા અને કર્ણાટકમાં કોંગ્રેસના ધારાસભ્યોને રિસોર્ટમાં મોકલવામાં આવ્યા છે. આ સિવાય ભાજપ અને શિવસેનાએ પણ પોતાના ધારાસભ્યોને શિફ્ટ કર્યા છે.

ગુજરાતમાં એકતરફ કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યાં છે, તો બીજી તરફ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ભાવનગર, અમરેલી સહિતના જિલ્લાઓમાં વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.